તેજસ મોદી, સુરત: શહેરમાં યોજાયેલા તાપી મહોત્સવના ડાયરામાં એક યુવકે એવો હોબાળો મચાવ્યો કે ગીતા રબારી ખુબ નારાજ થઈ ગયા અને ડાયરો છોડીને જતા રહ્યાં હતાં. એવું કહેવાય છે કે યુવક નશામાં ધૂત હતો.
વીડિયો જોવા માટે કરો ક્લિક- ગીતા રબારીના ડાયરામાં નશામાં ધૂત યુવકનો હોબાળો
મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો 19 તારીખનો હોવાનું કહેવાય છે. તાપી જન્મજયંતી સંદર્ભે સુરતમાં તાપી મહોત્સવના કાર્યક્રમનું આયોજન થયું હતું. રાતે ડાયરાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને જાણીતા લોકગાયક ગીતા રબારી લોકગીત ગાઈ રહ્યાં હતાં ત્યારે એક નશામાં ધૂત યુવક ત્યાં આવી ચડ્યો હતો અને આ હોબાળો થયો હતો. યુવક છૂટ્ટા હાથે રૂપિયા ઉડાવતો હતો.
કાર્યક્રમના આયોજકે યુવકને ગીતા રબારી ઉપર રૂપિયા ઉડાવવાની ના પાડી હતી જેને લઈને ખુબ હોબાળો મચ્યો. વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. રૂપિયા ઉડાવવા મુદ્દે થયેલી આ માથાકૂટ મારામારી સુધી પહોંચતા ગીતા રબારી ખુબ નારાજ થયા હતાં અને ડાયરો છોડીને જતા રહ્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે